મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ

Advertisement
Advertisement

આજ રોજ યોગદિવસ નિમિતે મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે નામદાર ડીસ્ટ્રીકટ જજ આર.જી.દેવધારા સાહેબ તથા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઑથોરિટીના ફૂલ ટાઇમ સેક્રેટરી ડી.એ.પારેખ દ્વારા શિબિર નું આયોજન કરવામાં આવેલ હોય. તેમા મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ન્યાયાધીશશ્રી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ મહીડા સાહેબ, પંડ્યા સાહેબ તથા રાવલ સાહેબ, ખાન સાહેબ, ચંદાણી સાહેબ, ઇજનેર સાહેબ, કોર્ટ સ્ટાફ, વકીલશ્રીઓએ મોટા પ્રમાણ માં ભાગ લીધેલ. તેમા આ શિબિરને સફળ બનાવવા નામદાર ડીસ્ટ્રીકટ જજ આર.જી.દેવધારા સાહેબ તથા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઑથોરિટીના ફૂલ ટાઇમ સેક્રેટરી ડી.એ.પારેખ તથા મોરબી જિલ્લાના વકીલ મંડળના પ્રમુખશ્રી દિલીપભાઈ અગેચાણીયા તથા અન્ય વકીલશ્રીઓએ હાજર રહી આ શિબિરનો લાભ લીઘેલ.