લાયન્સ નગરમાં તસ્કરોનો હાથ ફેરો, ૧.૬૭ લાખના મત્તાની ચોરી

Advertisement
Advertisement

લાયન્સ નગરમાં શ્રમીક પરિવાર છત્પર સુવા ગયેલ હોય ત્યારે પાછળથી તસ્કરો ઘરના તાળા તોડી તિજોરીમાં રહેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ ની ચોરી કરી ઉઠાવી ગયા હોય ત્યારે આ બાબતે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

આ અંગે મળતી માહિતી મુજબ લાયન્સ નગરમાં રહેતા ફરિયાદી જયેશભાઇ દલપતભાઇ પરમાર ઉ.38 નામના શ્રમિકે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત તા.20ના રોજ રાત્રીના સમયે તેઓ પરિવાર સાથે અગાસીમાં સુવા જતા પાછળથી અજાણ્યા તસ્કરોએ ઘરના તાળા તોડી તિજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા 1,67,300ની માલમતાની ચોરી કરી ગયા હતા. બનાવ અંગે પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.