આજ રોજ મોરબી સબ ખાતે 10 માં આંતરરાષ્ટ્રીય યોગ નિમિતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા સર્વે બંદિવાનો તેમજ જેલ સ્ટાફ સાથે મળી ને યોગ સેશન નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અધિક્ષકશ્રી ડી.એમ.ગોહેલ તેમજ જેલરશ્રી પી.એમ.ચાવડા, સ્ટાફ તેમજ સર્વે બંદિવાનો દ્વારા યોગ સેશનમાં ઉત્સાહ સાથે ભાગ લેવામાં આવેલ હતો તેમજ છેલ્લા 100 દિવસથી રૂપલબેન શાહ તેમજ મનીષા સિદ્ધરાજભાઈ નીરંજની દ્વારા મોરબી સબ જેલ માં યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું યોગ દ્વારા બંદિવાનોને માનસિક અને શારીરિક તંદરસ્તી સારી જળવાઈ રહે તે મજ જેલ જીવન ચિંતામુક્ત પસાર કરે તે મોરબી સબ જેલના સુધારાત્મકના ભાગરૂપે આયોજન કરવામાં આવેલ હતું અને આ યોગ શિબર 21 જૂન નિમિતે નહિ પરંતુ કાયમી ધોરણે ચાલુ રહે તેનું આયોજન કરવામાં આવેલ છે