વાંકાનેર તાલુકાના જામસર ગામે સરકારી શાળા પાછળ ખરાબ આમાં એક 25 વર્ષીય શખ્સને વિદેશી દારૂના 77 પાઉચ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે તાલુકાના જામસર ગામે સરકારી નિશાળ પાછળ ખરાબામા દરોડો પાડી આરોપી મુકેશ રાણાભાઈ ડાભી ઉ.25 નામના યુવાનને વિદેશી દારૂ રોયલ ક્લાસિક બ્રાન્ડ 180 મીલીના 77 પાઉચ કિંમત રૂપિયા 7700 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.