મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીનો દરોડો

Advertisement
Advertisement

મોરબી એલસીબીને બાતમી મળેલ કે, રાજુભાઈ બાબુભાઇ ચૌહાણ રહે. મોરબી કુબેર ટોકીઝ પાછળ, શોભેશ્વર રોડ, મફતીયાપરા વાળો પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે મોરબી કુબેર ટોકીઝ પાછળ, શોભેશ્વર રોડ, મફતીયાપરામાં રહેણાંક મકાનમાં રેઇડ કરવામાં આવી હતી.

આ દરમિયાન રાજુભાઇ બાબુભાઇ ચૌહાણ ઉ.વ. ૫૪, અબ્દુલભાઇ મામદભાઈ જુણાજ ઉવ-૫૬ રહે. મોરબી, જુના બસસ્ટેન્ડ પાસે, ધાંચી શેરી, સફીર તારમહમંદભાઈ મોટલાણી ઉવ-૪૯ રહે. મોરબી સબજેલ પાછળ, બોરીયાવાસ, ભુપેન્દ્રસિંહ ખોડુભા પરમાર ઉવ-૫૭ રહે.મોરબી નવા હાઉસીંગ બોર્ડમાં, બ્લોક ન.૨૩૧, ઇસ્માઇલ કાદરખાન બ્લોચ ઉવ-૪૮ રહે. મોરબી મકરાણીવાસ, રોહીલાપીરની દરગાહ પાસેવાળાને રોકડ રૂ.૬૦,૫૦૦/- સાથે પકડી પાડી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.