લાકડધાર નજીકથી દારૂની 16 બોટલ સાથે એક પકડાયો

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના ઢુંવા – માટેલ રોડ ઉપર લાકડધાર ગામની સીમમાં આવેલ આઈકા સિરામિક નજીકથી ૧૬ બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે તેના વિરુદ્ધ પ્રોહી. અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુંવા – માટેલ રોડ ઉપર લાકડધાર ગામની સીમમાં આવેલ આઈકા સિરામિક નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી કાનાભાઈ મેરાભાઈ ટોટા રહે.માટેલ શીતળાધાર નામના શખ્સને વિદેશી દારૂની 16 બોટલ કિંમત રૂપિયા 3900 સાથે ઝડપી લઈ પૂછપરછ કરતા વિદેશી દારૂની આ બોટલ આરોપી મુકેશ રાણાભાઈ ડાભી રહે.માટેલ વાળા પાસેથી મેળવી હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.