મોરબી તાલુકાના ઘુંટુ પીએસી સેન્ટરની પાછળના ભાગમાં બાઇક માંથી 37 બોટલ વિદેશી દારૂની મળી આવતા આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂટુ પીએચસી સેન્ટર પાછળથી પોલીસે બાતમીને આધારે દરોડો પાડી રેઢું પડેલું બાઈક ચેક કરતા બાઈક પાસેથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 37 બોટલ કિંમત રૂપિયા 11,100 મળી આવતા પોલીસે 30 હજારની કિંમતના જીજે – 36 – એજી – 3045 નંબરના બાઈક સહિત કુલ રૂપિયા 41,100નો મુદ્દામાલ કબ્જે કરી બાઈક નંબરના આધારે બુટલેગરને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે