હળવદ દારૂના કેસમાં સંડોવાયેલા શખ્સનો જામીન પર છુટકારો

Advertisement
Advertisement

૨૦૨૦ મા હળવદ પોલીસ મથકે ઝડપેલા દારૂના ગુનામા સંડોવણી ખુલતા જેલ હવાલે થયો’તો, ટંકારાના એડવોકેટ અતુલ ત્રિવેદી એ જામીન મુક્ત કરાવ્યો.

એડવોકેટ અતુલ ત્રિવેદી

 

હળવદ પોલીસ મથકમા ઈંગ્લીશ દારૂના કેસમા સંડોવાયેલા શખ્સે ટંકારાના વકીલ મારફત મોરબી સેસન્સ કોર્ટ સમક્ષ રેગ્યુલર જામીન પર મુક્ત થવા અરજી રજુ કરવામા આવતા અદાલતે બચાવ પક્ષના વકીલની દલીલો માન્ય રાખી રાજસ્થાન રાજ્યના ઈસમને જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

 

હળવદ પોલીસે વર્ષ ૨૦૨૦ મા ઈંગ્લીશ દારૂ ઝડપ્યો હતો. જે વખતે ૯૫ બોટલ ઈંગ્લીશ દારૂનો કેસ નોંધાયો હતો. જે ગુનામા નામ ખુલતા રાજસ્થાનના રાજ્ય ના ઝાલોદ જીલ્લા ના સાંચોર તાલુકાના બાવરલા ગામ ના મોહનલાલ રૂગનાથ ઢાંકા ને આરોપી બનાવી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. દરમિયાન જામીન મુક્ત થવા દારૂના ગુનામા આરોપી બનેલા મોહનલાલે હળવદ કોર્ટ મા જામીન અરજી કરતા કોર્ટે જામીન અરજી નામંજુર કરી હતી. બાદ મા રાજસ્થાનના શખ્સે ટંકારા ના એડવોકેટ અતુલભાઈ ત્રિવેદી મારફત સેસન્સ કોર્ટમા જામીન અરજી રજુ કરતા અદાલતે આરોપી તરફેના વકીલ અતુલ ત્રિવેદી ની આરોપી ની દારૂના ગુનામાં સીધી સંડોવણી ન હોય અને તેના પર લાગેલા આક્ષેપો તથ્ય વિહોણા હોવાની બચાવ પક્ષની ધારદાર દલીલોને કોર્ટે સ્વિકારી બીજા એડીશનલ જજ કમલભાઈ પંડ્યા એ આરોપીને રેગ્યુલર જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.