અગાઉ હોટલમાં કામ કરતા યુવાને રાજી ખુશીથી નોકરી મૂકી દઈ પાનની દુકાન કરતા જુના હોટલ માલિકો દ્વારા ફોન કરી ₹50,000 ની ઉઘરાણી કરી ધોકા વડે માર મારતા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શક્ત શનાળા ગામે શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા કપિલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાએ આરોપી ઘનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા અને દિગ્વિજયસિંહ છત્રસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે પોતે આગાઉ બન્ને આરોપીઓની હોટલમાં કામ કરતા હતા અને રાજીખુશીથી નોકરી મૂકી દઈ રાજપર રોડ ઉપર પાન માવાની દુકાન કરી છે. ગઇકાલે બન્ને આરોપીઓએ ફોન કરી ગાળો આપી બાદમાં શક્તિ માતાજીના મંદિર પાસે બોલાવી લાકડાના ધોકા વડે માર મારી રૂપિયા 50 હજાર આપી દેજે નહિ તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપતા ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.