મોરબી શહેરની કારિયા સોસાયટીમાં રહેતા 37 વર્ષે યુવાનના લગ્ન ન થતા દુઃખ લાગતા કંટાળી જઈ કાલીકાનગર ગામની સીમમાં આવેલ પેપર મિલના કારખાનાની રૂમમાં ગળે ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે હાલ મોરબી તાલુકા પોલીસ તપાસ ચલાવી રહી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરની કારીયા સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ માધાભાઈ ટોળીયા ઉ.37ના મોટા બે ભાઈઓ તેમજ નાના બે ભાઈઓના લગ્ન થયા બાદ તમામના ઘેર સંતાનો હોય પરંતુ પોતાના આજદિન સુધી લગ્ન ન થતા મનમાં દુઃખ રહેતું હોય કંટાળી જઈ કાલિકાનગર ગામની સીમમાં આવેલ સેજોન પેપરમિલ નામના કારખાનાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.