પોસ્ટ ઓફિસમાં પડતી અગડતા દૂર કરવા મુખ્ય પોસ્ટ ઓફિસ ને મોટી બનાવવા રજૂઆત કરતા સામાજિક કાર્યકરો

Advertisement
Advertisement

મોરબીના સામાજિક કાર્યકરોએ મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસને મોટી બનાવવા માટે મોરબી જિલ્લા કલેકટર, પોસ્ટ ઓફિસ મેનેજર, ધારાસભ્ય અને સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાને સંબોધીને રજૂઆત કરવામાં આવી છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડીયા, ચિરાગભાઈ સેતા, મુશાભાઈ બ્લોચ વગેરે સામાજિક કાર્યકરોએ આજે લેખિત રજૂઆત કરતાં જણાવ્યું છે કે, મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં કામના સમયે લોકોનો ભરાવો થાય છે. 150-200 જેટલા લોકો પોસ્ટ ઓફિસમાં હોય છે. જેના કારણે વિકલાંગ, સિનિયર સિટીઝન, ગર્ભવતીઓને ભારે મુશ્કેલી પડે છે. ઘણી વખત બેસવાની પણ જગ્યા નથી હોતી. જેના કારણે ઘણી વખત લોકો પડી જાય છે. આ ઉપરાંત સાવસર પ્લોટસ ગ્રીન ચોક તેમજ અન્ય પોસ્ટ ઓફિસ બંધ હોવાથી લોકો મુખ્ય પોસ્ટ ઓફિસે આવે છે. તેથી વિશાળ જગ્યામાં 2 માળની પોસ્ટ ઓફિસ બનાવવામાં આવે તેવી લોક માંગને ધ્યાને રાખીને સાંસદ વિનોદભાઈ ચાવડા, કલેક્ટર, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને પોસ્ટ ઓફિસ મેનેજરને રજૂઆત કરવામાં આવી છે.