મોરબીના ગૌરક્ષકોની ટીમને માહિતી મળી હતી કે કચ્છ તરફથી બે બોલેરો ગાડીમાં અબોલજીવને ક્રૂરતાપૂર્વક બાંધીને રાજકોટ – જામનગર તરફ લઈ જવામાં આવી રહ્યા છે. ઉક્ત માહિતીને આધારે ગૌરક્ષકોએ મોરબી તાલુકા પોલીસની મદદથી મોરબી – કચ્છ હાઇવે ઉપર વોચ ગોઠવી ટીંબડી પાટિયા રવિરાજ ચોકડી નજીકથી પસાર થતી જીજે – 12 – બીવાય – 594 અને જીજે – 12 – બીવાય – 4428 નંબરની બોલેરો અટકાવી તલાશી લેતા બોલેરો ગાડીમાંથી 67 ઘેટા ઠાંસી ઠાંસીને ભર્યા હોવાનું સામે આવ્યું હતું.
વધુમાં પશુપ્રત્યે ઘાતકીપણુ આચરવામાં આ કિસ્સામાં મોરબીના જીવદયાપ્રેમી જયરાજસિંહ મહાવીરસિંહ ઝાલા રહે.શિવપાર્ક સોસાયટી મોરબી વાળાની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી મુસ્તુફા જમનશા શેખ, રહે-ભુજ ઓકટ્રો ચોકી બાજુમાં તા-અંજાર, મહમદ સીદીક આશિમશા શેખ, ભીમાભાઈ વશરામભાઈ રબારી, રહે-જંગી ગામ તા-ભચાઉ જી-કચ્છ અને આરોપી અમીનશા મહમદશા શેખ રહે-શિકારપુર તા-ભચાઉ જી-કચ્છ-ભુજ વાળાને અટકાયતમાં લઈ બે બોલેરો ગાડી સહિત કુલ રૂપિયા 8,01,000નો મુદ્દામાલ કબ્જે લઈ ઘેટાઓને પાંજરાપોળ મોકલી આપી ચારેય આરોપીઓ વિરુદ્ધ પશુપ્રત્યે ઘાતકીપણુ આચરવા સબબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.