આ અંગે મળતી માહિતી મુજબ ગીતાબેન જયસુખભાઇ ઘોરેચા ઉ.વ.૫૫ રહે.રાધાપાર્ક સોસાયટી વાવડી રોડ મોરબીવાળા છેલ્લા ચાર વર્ષથી માનસીક રીતે બીમાર હોય અને તેની દવા ચાલુ હોય જેથી માનસીક બીમારીથી કંટાળી જઈ પોતાની મેળે પોતાની જાતેથી રહેણાંક મકાનના રૂમમા પંખામા સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતા ગીતાબેનનુ મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.