હળવદ તાલુકાના માથક ગામના જાપા નજીકથી વોડકાના ચપલા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે તેમના વિરોધ પ્રોહી અન્વયે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામના ઝાંપા નજીકથી આરોપી અનિલભાઈ બાબુભાઈ બાહોપીયા (ઉ.વ.૩૦) રહે. શક્તિનગર તા. હળવદવાળા પાસેથી ઈંગ્લીશ દારૂ વોડકાના ચપલા નંગ -૦૨ કિં રૂ. ૨૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.