મીતાણા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓ ઝડપાયા

Advertisement
Advertisement

ટંકારા પોલીસે મીતાણા ગામે જુના પાણીના સંપ પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસે મીતાણા ગામે જુના પાણીના સંપ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) ઇકબાલભાઇ જમાલભાઇ ઠેબા (૨) હીરાભાઇ મેધજીભાઇ પારઘી (૩) ગોરધનભાઇ ગોવિંદભાઇ પારઘી (૪) રહીમભાઇ ઓસમાણભાઇ રત્ના અને (૫) યોગેશભાઇ પ્રવિણભાઇ જોગેલને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા ૧૧,૨૦૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.