માળીયા મીયાણા પોલીસ દ્વારા માળિયા તાલુકાના બોડકી ગામની પંચાયત પાછળ જાહેરમાં જુગાર રમતા 6 પત્તા પ્રેમીઓ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા ફુલ 50 લાખ થી વધુ નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરોધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ બોડકી ગામની ગ્રામ પંચાયતની પાછળ સીમમાં માળીયા મીયાણા પોલીસ દ્વારા દરોડો પાડતા આરોપી (1) દિલીપભાઇ ધરમશીભાઇ દેશાઇ રહે.બોડકી (2) વશરામભાઇ છગનભાઇ ચડાસણીયા, રહે.બોડકી (3) અશોકભાઇ અમરશીભાઇ સુવારીયા, મૂળ રહે.બોડકી હાલ મોરબી (4) જયેશભાઇ કાળુભાઇ રાઠોડ, રહે.બોડકી (5)લક્ષ્મણભાઇ વાઘજીભાઇ માકાસણા રહે.બોડકી અને (6)અબ્દુલભાઇ કાદરભાઇ સૈયદ, રહે.આમરણ વાળાઓ જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ જતા પોલીસે રોકડા રૂપિયા 28,350 તેમજ આરોપી અશોકભાઇ અમરશીભાઇ સુવારીયાની 50 લાખની કિંમતની વોલ્વો કાર કબ્જે કરી કુલ રૂપિયા 50,28,350નો મુદામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે