મોરબી તાલુકાના પીપળી ગામના રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

Advertisement
Advertisement

 

મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલા કામના આરોપીના રહેણાત મકાનમાંથી વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે આરોપી વિરુદ્ધ પ્રોહી અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં માનસધામ સોસાયટી નં.૦૧, આરોપી કેતનભાઇ કુબેરભાઇ પરમારના રહેણાક મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી ચોરીછુપીથી તેનુ વેંચાણ કરે છે તેવી મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ઇસમના કબ્જા ભોગવટાવાળા મકાનમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની કૂલ બોટલ નંગ-૩૫ ફૂલ કિં.રૂ.૧૬૫૫૦/- તથા બીયરના ટીન નંગ-૮૮ કિં.રૂ.૮૮૦૦/- મળી ફૂલ કિં.રૂ.૨૫,૩૫૦/- નો મુદ્દામાલ સાથે આરોપી કેતનભાઇ કુબેરભાઈ પરમાર ઉ.વ.૨પ, ધંધો-મજુરી, રહે. હાલ-માનસધામ સોસાયટી નં.૦૧, પીપળી, તા.જી.મોરબી, મુળ રહે. દીધલીયા, તા.વાંકાનેરવાળાને ઝડપી પાડી ઇસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે