વાંકાનેર ખાતે દારૂના પાંચ ચપલા સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement

વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન એક શખ્સને વિદેશી દારૂના પાંચ ચપલા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. અત્યારે તેના વિરુદ્ધ પ્રોહી. અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના નાગા બાવાજી મંદિર નજીકથી આરોપી વિજય જાનકીદાસ દુધરેજીયા રહે. પેડક રોડ, વાંકાનેર વાળાને વિદેશી દારૂના પાંચ ચપલા કિંમત રૂપિયા 500 સાથે ઝડપી લીધો હતો. વધુમાં પોલીસ સમક્ષ પોપટ બની ગયેલા આરોપીએ કિશન લુવાણા પાસેથી દારૂના ચપલા મંગાવતા આરોપી કુલદીપસિંહ ઝાલા રહે.વાંકાનેર વાળો આપી ગયાની કબુલાત આપતા પોલીસે વિજયને ઝડપી લઈ અન્ય બે આરોપીને પકડી પાડવા તજવીજ શરૂ કરી ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી