હળવદ ના પોલીસ ને માર મારી અને પોલીસ ની ફ૨જ માં રૂકાવટ ના ગુન્હામાં આરોપીઓને બિન તહોમત છુટકારો

Advertisement
Advertisement

હળવદ ના પોલીસ ને માર મારી અને પોલીસ ની ફ૨જ માં રૂકાવટ ના ગુન્હામાં આરોપીઓને બિન તહોમત છોડી મુકતા પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ કોર્ટ મો૨બી.

બનાવની ટુક હકીકત એવી છે કે હળવદ પો. સ્ટે. ફ. ગુ. રજી. નં. ૪૦૧૮ થી આઈ. પી. સી. ૩૩૩, ૩૨૫, ૧૮૬, ૧૧૪, જી. પી. એકટ ૧૩૫ મુજબના ગુન્હાની ફરીયાદ શ્રી ભાવેશભાઈ માવાભાઈ મીયાત્રા એ જાહેર કરી અને આરોપી (૧) રાયઘનભાઈ છગનભાઈ કોળી (૨) સાગર રાયઘનભાઈ કોળી (૩) સંજય ઉર્ફે સંજો રાયધનભાઈ કોળી (૪) અજાણ્યો ઈસમ જે ઘીરૂભાઈ માવસંગભાઈ અસ્વાર ૨હે. સુંદ૨ગઢ હળવદ વાળા સામે ફરીયાદ આપેલ કે આરોપીઓએ ફરીયાદી કે જે પોલીસ ખાતામાં ફરજ બજાવે છે તેને આરોપી ઓ એ ફ૨જ માં રૂકાવટ ક૨ી ફરીયાદી ને ડાબા હાથે કલાઈ ના ભાગે લાકડાનો ઘોકો મારી ફેકચર કરી ઈજા કરા ફરીયાદ આપતા હળવદ પોલીસે તમામ આરોપી ને અટક કરી ચાર્જશીટ કરતા કેસ મો૨બી ના પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ શ્રી આર. જી. દેવધરા સાહેબની કોર્ટમાં કમીટ થતા આ૨ોપી ઓએ તેઓના વ. શ્રી મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મા૨ફત ડીસ્ચાર્જ ની અ૨જી કરી સી. આર. પી. સી. કલમ ૧૯૫ નો બાર હોવા ની ૨જુઆત ક૨તા આરોપી ને નામ. ડીસ્ટ્રીકટ જજ શ્રી આર. જી. દેવઘરા સાહેબે બીન હોમતદ છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસ માં વ. શ્રી મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા કુ. મેનાઝ એ. ૫૨મા૨ે નામ. ગુજ. હાઈકોર્ટ ત્યા નામ. સુપ્રીમ કોર્ટ ના ચુકાદાઓ રજુ કરેલ તે માન્ય રાખી બીન હોમત છોડી મકેલ છે.