વાંકાનેર સીટી પોલીસ ની ટીમ એ વઘાસીયા ટોલનાકા નજીકથી i20 કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે તેમના વિરુદ્ધ પ્રોહી. અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે વઘાસિયા ટોલનાકા નજીકથી બાતમીને આધારે શંકાસ્પદ રીતે પસાર થતી જીજે – 03 – જેસી – 5544 નંબરની આઈ ટવેન્ટી કાર અટકાવી તલાશી લેતા કાર ચાલક આરોપી શૈલેષ રાજાભાઈ સિંહોરા રહે.કોરડા, તા.ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર વાળાંના કબ્જામાંથી 150 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 3000 મળી આવતા કાર સહિત 2,03,000નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી..