મોરબીના મહેન્દ્રનગર ખાતે રહેતા મહિલાના પૂર્વ પતિએ ફરિયાદી મહિલા તેમજ તેમના હાલના પતિને જાન થી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ સામે સત્યમપાર્ક સોસાયટીમાં રહેતા ભારતીબેન કુલદીપભાઇ રાઠોડ ઉ.30 નામના મહિલાએ આરોપી મહેશભાઇ તુલશીભાઇ પરમાર, રહે. પ્રેમજીનગર, પાણીના અવાળાવારી શેરીવાળા વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેણીના અગાઉ આરોપી મહેશ સાથે લગ્ન થયા હતા અને કોર્ટ મારફતે છૂટાછેડા લઈ કુલદીપ સાથે લગ્ન કરતા આરોપી મહેશને સારું નહીં લાગતાં ગઈકાલે બપોરે આરોપી મહેશ કુહાડી લઈ ભારતીબેનના ઘરમાં ઘુસી ગયો હતી અને ભારતીબેન તેમજ કુલદીપને ગાળો આપી ઘરમાં તોડફોડ કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે આરોપી મહેશ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.