પંચાસર રોડ પર દીકરીની પજવણી કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ વિસ્તારમાં રહેતી સામાન્ય પરિવારની દીકરી દરરોજ સ્કૂલથી ઘરે આવે ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રીનગર સોસાયટીમાં રહેતો સડકછાપ રોમિયો સુજલ ચંદુભાઇ પાંચોટીયા નામનો શખ્સ છેલ્લા દોઢ મહિના જેટલા સમયથી એક્ટિવા લઈ પીછો કરી દીકરીને ધરાર વાત કરવા તેમજ પરિવારજનો સાથે વાત કરવા દબાણ કરી ત્રાસ આપતો હોવાની સાથે દીકરીને જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે અંતે દીકરીના પરિવારજનોએ મોરબી સીટી એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહિતની ભારેખમ કલમો મુજબ સડકછાપ રોમીઓ સુજલ ચંદુ પાંચોટિયા વિરુદ્ધ ગુન્હો નોંધી રોમિયોગીરનું ભૂત ઉતારવા તજવીજ શરૂ કરી છે.