વાંકાનેર મોરબી નેશનલ હાઈવે વઘાસીયા ટોલનાકા નજીક ટ્રક ચાલકે ઠોકર મારતા બાઈક સવાર યુવકનું મોત

Advertisement
Advertisement

વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને પાછળથી ઠોકર મારતા ગંભીર ઇજાઓ પહોચતા બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલા યુવાનને ઇજાઓ પહોંચી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર વેલનાથપરામાં રહેતા સગરામભાઈ નંદાભાઈ ઉઘરેજાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જીજે – 32 – ટી – 8394 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.8 જુનના રોજ તેમનો પુત્ર અમરશીભાઈ ઉ.27 તેના મિત્ર વિજયભાઈ વસંતભાઈ દલસાણીયાને બાઈક પાછળ બેસાડી કામે જતો હતો ત્યારે વઘાસિયા ટોલનાકા નજીક જીજે – 32 – ટી – 8394 નંબરના ટ્રક ચાલકે પુરઝડપે ટ્રક ચલાવી પાછળથી બાઇકને ઠોકર મારતા અમરશીભાઈનું ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલા વિજયભાઈને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.