વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર નજીક ડમ્પર હડફેટે વૃદ્ધનું મોત

Advertisement
Advertisement

મોરબીના વાંકાનેર નેશનલ હાઇવે પર લાલ પર નજીક અજાણ્યા ડમ્પર ચાલકે મોટરસાયકલ ને ટક્કર મારતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. અત્યારે આ બાબતે હાલ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર ગામ નજીક આવેલ જનતા સુપર મોલ સામે અજાણ્યા ડમ્પર ટ્રકના ચાલકે જીજે – 3 – કેકે – 8193 નંબરનું મોટર સાયકલ લઈને જઈ રહેલા કેશવદાસ દેવમોરારી નામના વૃદ્ધને પાછળથી ઠોકર મારતા ગંભીર ઇજાઓ પહોંચતા કેશવદાસનું મૃત્યુ નીપજયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી જતા બનાવ અંગે મૃતકના પુત્ર હર્ષદભાઈ કેશવદાસ દેવમુરારી રહે.થાનગઢ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.