મોરબીના લીલાપર કેનાલ રોડ પર ગિરનારી આશ્રમની સામે કેનાલના પુલની નીચેથી એક અજાણી યુવતીની લાશ મળી આવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ગિરનારી આશ્રમની સામે કેનાલના પુલની નીચેથી એક અજાણી યુવતીની લાશ મળી આવી છે. આ યુવતીની ઉપર અંદાજે 25થી 30 વર્ષ જેટલી છે. ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ આ યુવતીની ઓળખ મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે અને મૃતદેહને હોસ્પિટલ મોકલવા તજવીજ હાથ ધરાઈ છે.