માળીયાના નવલખી બંદરે થી બોગસ એન્ટ્રી પાસ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરીને કોલસાની છેતરપીંડી કરવામાં આવતી હોય ત્યારે ફરી એક વખત એવો જ બનાવ સામે આવ્યો છે હેમા ટ્રક ચાલકે બોગસ એન્ટ્રી પાસ બનાવીને ૪ લાખના કોલસાની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાઈ છે.
માહિતી માહિતી મુજબ નવલખી બંદરે વિદેશથી કોલસો આયાત કરી અલગ અલગ ઇમ્પોર્ટરનો કોલસો લોડિંગ અનલોડિંગ કરતી શ્રીજી શિપિંગ કંપનીના મેનેજર કંપનીના મેનેજર ઉદય દામોદર લાલ દ્વારા માળીયા મિયાણા પોલિઝ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.8ના રોજ ટ્રક નંબર જીજે-36-વી -3888 તેમજ જીજે-36- ટી- 6700 નંબરના ટ્રક કોલસો ભરવા આવ્યા હતા તેઓએ નિયમ મુજબ લોડીંગ સ્લીપ બતાવી હતી જેના આધારે કોલસો ભરી આપ્યો હતો.રોજના નિયમ મુજબ રોજનો કલોઝીંગ રિપોર્ટ તૈયાર કરતા 18 ટ્રક પેન્ડીગ હોય આં દરમિયાન સિક્યુરિટી માણસે અગાઉ જે બે ટ્રકમાં કોલસો ગયો હતો. તે વિશે જાણ કરતા તે અંગે તેઓએ તપાસ કરતા આં બન્ને ટ્રક બોગસ સ્લીપથી જીજે-36-વી 3888 તેમજ જીજે-36-ટી 6700 નંબરના ટ્રકમા ચાર લાખની કિંમતનો કોલસો ભરાયાં હોવાનું સામે આવતા બન્ને ટ્રકના ચાલક અને માલિક તેમજ નકલી બિલ્ટી બનાવનાર શખ્સ સામે માળિયા મિયાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં બન્ને ટ્રક નવલખી બંદરે રેઢા મૂકી ટ્રક ચાલક નાસી ગયાનું સામે આવ્યું છે.