વાવડી રોડ બાપા સીતારામ ની મઢૂલી નજીક ક્રિકેટ મેચ પર સટો રમતા એક સટ્ટાબાઝ ઝડપાયો

Advertisement
Advertisement

મોરબીના વાવડી રોડ પર આવેલ બાપા સીતારામ ની મઢૂલી નજીક ક્રિકેટનો સટ્ટો રમતા એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે તેમની સાથેના બે ફરાર ઈસમોને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ કરવામાં આવી છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર બાપાસીતારામ મઢુલી નજીક ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી નિલેશ નકુભાઈ પ્રજાપતિ રહે.મારુતિનગર મોરબી વાળાને મોબાઈલ ફોનમાં ભારત – પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલા ટી ટવેન્ટી મેચ જોઈ આરોપી ઇબુ કાસમાણી અને અહેમદ સુમરા નામના શખ્સ સાથે રનફેરનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ આરોપી ઇબુ અને અહેમદના નામ ખોલાવી બન્નેને ફરાર જાહેર કરી રોકડા રૂપિયા 780 તેમજ 7000નો મોબાઈલ ફોન કબ્જે કરી જુગારધારા અન્વયે ગુન્હો દાખલ કર્યો હતો.