માળીયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે તેમના વિરુદ્ધ જુગાર ધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામના ઝાપા નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો પાડતા જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા આરોપી સામતભાઇ ભીખાભાઈ બાંભવા, પ્રભાતભાઈ બચુભાઈ ચાવડા, રમેશભાઈ ગગુભાઈ મૈયડ અને વેજાભાઈ નાગજીભાઈ વરૂ નામના જુગારીઓને રોકડા રૂપિયા 2850 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.