અગાઉ ઇકો કારમાં પેસેન્જર ભરવા બાબતે થયેલ ઝઘડા નો ખ્યાલ રાખી ત્રણ શખ્સો દ્વારા ઇકો કાર ચાલક સાથે ઝગડો કરી લાગણી તેમાં છરી વડે હુમલો કર્યો હોય ત્યારે આ બાબતે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના જિનપરા જકાત નાકા નજીક નાસ્તો કરી ઇકોમાં બેઠેલા ફેજલભાઈ હુસેનભાઈ પીપરવાડિયા ઉપર આરોપી બાબુ સરૈયા અને અન્ય બે અજાણ્યા ઈસમોએ અગાઉ પેસેન્જર ભરવા બાબતે થયેલા ઝઘડાનો ખાર રાખી કુંડલી વાળી લાકડી તેમજ છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.