પોતાની બહેન ના ઘરે 18 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા મોત ની પછી એવું હતું ત્યારે આ બાબતે અકસ્માતે મૃત્યુનોંધ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર મીરાપાર્કમાં રહેતા મૂળ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગાગડા ગામના વતની અને સરકારી નોકરી કરતા ટ્વીન્કલબેન પ્રવીણભાઈ રાઠોડ સાથે રહેતા તેમના નાના બહેન હિરલબેન પ્રવીણભાઈ રાઠોડ ઉ.18 નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.