મોરબીના પંચાસર રોડ પર કેનાલની બાજુમાં બની રહેલ બિલ્ડિંગના સીડી ઉપરથી પડી જતા મધ્યપ્રદેશના શ્રમિકની દોઢ વર્ષની પુત્રીનું મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે અકસ્માતે મૃત્યુ નોંધ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર નાની કેનાલની બાજુમાં નવા બની રહેલા બિલ્ડીંગમાં કામ કરતા મધ્યપ્રદેશના વતની શ્રમિક રાજુભાઇ ટીટીયાભાઈ પારગીની દોઢ વર્ષની પુત્રી સોનાક્ષી પ્રથમ માળે સીડી ઉપરથી રમતા – રમતા પડી જતા માથાના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.