મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર મહિલાઓ સહિત છ પત્તા પ્રેમીઓ ને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અસલમભાઇ અમીનભાઇ માજોઠી, રોહીતભાઇ જીવણદાસ દુધરેજીયા, જસ્મીનબેન મોઇનભાઇ ચાનીયા, અનિતાબેન જીતેશભાઇ ગોહેલ, બેનરજીબેન રીયાઝભાઇ જુણાચ અને લક્ષ્મીબેન મનોજભાઇ ગોહેલને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,200 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.