મોરબી જિલ્લા વકીલ મંડળમાં વકીલો દ્વારા નવા નિમાયેલ એડી ડિસ્ટ્રીક જજ શ્રી પંડ્યા સાહેબ સિનિયર સિવિલ જજ ઇજનેર સાહેબ તથા ડી.એલ.એસ.ટી. પારેખ સાહેબનો સત્કાર સમારોહ યોજાયો

Advertisement
Advertisement

મોરબી જિલ્લા વકીલ મંડળમાં વકીલો દ્વારા નવા નિમાયેલ એડી ડિસ્ટ્રીક જજ શ્રી પંડ્યા સાહેબ સિનિયર સિવિલ જજ ઇજનેર સાહેબ તથા ડી.એલ.એસ.ટી. પારેખ સાહેબનો સત્કાર સમારોહ યોજાયો.

આજરોજ મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ શ્રી દિલીપભાઈ અગેચાણીયા મારફતે ઉપરોક્ત તમામ ન્યાયાધીશ સાહેબનો સત્કારનો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક જજ દેવધરા સાહેબ, ન્યાયાધીશો તથા બાર એસોસિએશનના સેક્રેટરી વિજય સેરસિયા, ઉપપ્રમુખ ટી.બી. દોશી, જોઇન્ટ સેક્રેટરી શ્રી ઉદયસિંહ જાડેજા, કારોબારી સભ્ય શ્રી કરમશી પરમાર, બ્રિજરાજ સિંહ જાડેજા તેમજ સાગર પટેલ તથા મોટી સંખ્યામાં સિનિયર તથા જુનિયર વકીલ હાજર રહેલ તેમજ બધા નવનિયુક્ત જજશ્રીને શુભેચ્છા પાઠવેલ અને છેવટે તમામનો બાર એસોસિએશનના પ્રમુખ શ્રી દિલીપભાઈ અગેચાણીયાએ આભાર વ્યક્ત કરેલ