હળવદની સરા ચોકડી નજીક પેસેન્જરને રિક્ષામાં બેસાડવા બાબતે માથાકૂટ થતા ત્રણ ઈસમોએ એક રીક્ષા ચાલકને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ હળવદની સરા ચોકડી નજીક રાત્રીના સમયે પેસેન્જર ભરી રહેલા રીક્ષા ચાલક ધીરુભાઈ દેવશીભાઈ સિંહોરાએ અન્ય રીક્ષા ચાલકે જે પેસેન્જરને 600 રૂપિયા ભાડું કહ્યું હતું તે પેસેન્જરને 400 રૂપિયામાં પોતાની રીક્ષામાં બેસાડતા આરોપી વિપુલ શકુંભાઈ મેવાડા, મુનાભાઈ દિલીપભાઈ રાજપરા અને મુકેશ ચંદુભાઈ મકવાણાને સારું નહિ લાગતા ફરિયાદી ધીરુભાઈને ગાળો આપી રીક્ષામાંથી ધોકા કાઢી મારી નાખવાની ધમકી આપતા હળવદ પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.