મોરબીના જૂના બસ સ્ટેશન રીક્ષા ચાલક ને રોકી તું સુરેશ સાથે કેમ ફરે છે તેમ કહી લોખંડ ના પાઇપ થી માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક ગુજરાત હાઉસિંગ બોર્ડના ત્રણ માળીયા કવાટર્સમાં રહેતા ભાવિન કાનજીભાઈ મકવાણા નામના રીક્ષા ચાલક યુવાનને સુરેશ સાથે કેમ ફરશ કહી આરોપી પ્રકાશ રસિકભાઈ કોળી, અનિલ પ્રેમજીભાઈ કોળી, કાનજીભાઈ ધનજીભાઈ રાવળ અને બ્રિજરાજસિંહ જગતસિંહ જાડેજા નામના શખ્સોએ ગાળો આપી લોખંડના પાઇપ વડે મૂંઢ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.