હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ખેત ક્રમિક પરિવારની સગીરવય ની દીકરી નું એક ઈશમ અપહરણ કરી ગયો હોય ત્યારે આ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકામાં ચરાડવા ગામની સીમમાં ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ખેતશ્રમિક પરિવારની સગીરવયની દીકરીનું આરોપી રહેશ મગનભાઈ હટીલા રહે.ડુંગલીયા, તા.કઠીવાડા, જી.અલીરાજપુર મધ્યપ્રદેશ નામનો શખ્સ લગ્નની લાલચ આપી બદકામ કરવાને ઇરાદે અપહરણ કરી જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.