મોરબીના વીસીપરા વિસ્તારમાં કુલીનગરમાંથી એક મહિલાને દારૂની છ બોટલ સાથે મોરબી એલસીબી એ ઝડપી પાડી છે ત્યારે તેમના વિરોધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
આ અંગે માહિતી મુજબ મોરબીના વિશિપરા વિસ્તારમાં કુલીનગરમાં આવેલ રમેશ કોટન મિલમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી મોરબી એલસીબી ટીમે આરોપી શોભના નવઘણભાઈ હમીરપરા ઉ.37 નામની મહિલાને વાઈટલેસ વોડકા ઓરેન્જ ફ્લેવર બ્રાન્ડ વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 1800 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.