વાંકાનેર અને ભાણવડ એમ બે અલગ અલગ જગ્યાએ લૂંટના ગુના નો ૨૬ વર્ષ થી નાસતો ફરતો આરોપી ઝડપાયો

Advertisement
Advertisement

વાંકાનેર અને ભાણવડ તેમ અલગ અલગ બે જગ્યા ઉપર લૂંટના ગુનાનો છેલ્લા ૨૬ વર્ષથી નાસતો ફરતો આરોપી કે જેના પર ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હોય તેને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમએ ઝડપી પડ્યો છે

આ અંગે મળતી માહિતી મુજબ વર્ષ 1999માં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટના ગુનાનો આરોપી કલસીંગ ઉર્ફે કાળુ ફકરૂભાઈ વખલા (રહે, માંડલી બડી, તા.જિ. જાંબુઆ, મધ્ય પ્રદેશ) હાલ જામનગર જિલ્લાના કનસુમરા ગામની સીમમાં રેલવે ફાટક પાસે આવેલી ગોકુલધામ સોસાયટી સામે ઝુંપડામાં રહેતો હોવાની ચોક્કસ બાતમી મળતા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ 26 વર્ષથી ફરાર આરોપી કલસીંગ ઉર્ફે કાળુ વખલાને ઝડપીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. આ આરોપી સામે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનમાં વર્ષ 1998માં લૂંટ/ધાડનો ગુનો નોંધાયેલો હોય આગળની કાર્યવાહી માટે ભાણવડ પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી ક્લીસિંગ ઉર્ફે કાલી ઉપર 10 હજારનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે 26 વર્ષ બાદ બે ગુનામાં નાસતા ફરતાં આરોપીને મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ઝડપી પાડતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.