મોરબી જિલ્લા જુવેનાઇલ કોર્ટે હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે અપહરણ અને પોક્સો ના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને જામીન પર મુક્ત કર્યો

Advertisement
Advertisement

મોરબી જીલ્લાની જવેનાઈલ કોર્ટે હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામની સીમમાથી અપહરણ તથા પોકસોના ગુનામાં કાયદાના સંઘર્સમાં આવેલ બાળકનો જામીન ઉપર મુકત કરવાનો હકમ કર્યો.

હળવદ પો. સ્ટે માં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે ફરીયાદીની સગીર વયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી જાતીય શોષણ કરવાના ઈરાદે ભગાડી અપહરણ કરી ગુનો કર્યા અંગેના ગુન્હાની ફરીયાદના આધારે હળવદ તાલુકા પોલીસે ભારતીયદંડ સંહિતાની તથા પોકસો એકટની કલમ મુજબ કાયદાના સંધર્સમાં આવેલ બાળકની ધરપકડ કરેલ હતી.

કાયદાના સંઘર્સમાં આવેલ બાળક વતી મોરબીના સીનીયર એડવોકેટશ્રી દીલીપભાઈ અગેચાણીયા મારફત મોરબી જુવેનાઈલ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ અને ધારદાર કાયદાકીય દલીલ કરેલ. બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. કોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી કાયદાના સંઘર્સમાં આવેલ બાળકને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ. આ કામમાં બચાવ તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રીશ્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, જે.ડી.સોલંકી, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, હીતેશ પરમાર રોકાયેલા હતા.