ઘૂંટુ ગામે ધર્મ સૃષ્ટિ સોસાયટીમાં રહેતા 23 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર બેડેફાસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે મૃત્યુનોંધ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ઘુંટુ ગામે ધર્મ સૃષ્ટિ સોસાયટી ખાતે રહેતા રોહિતભાઈ દયાળજીભાઈ પરમાર ઉ.23 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.



