હળવદની મોરબી ચોકડી નજીકથી વિશ્વાસ આરકેડ કોમ્પલેક્ષ પાસેથી બે મિત્રો ને વેગનઆર કારમાં આવેલ ચાર શખ્સો ઉઠાવી ગયા હોય ત્યારે આ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ થઇ છે
હળવદની મોરબી ચોકડી નજીક આવેલ વિશ્વાસ આર્કેડ કોમ્પ્લેક્સ પાસે રવિવારની રજાના કારણે બે મિત્રો બેસવા ગયા હતા ત્યારે જીજે – 13 – એન – 4622 નંબરની વેગનઆર કારમાં આવેલ ચાર શખ્સોએ ફરિયાદી ધાર્મિક દેવરાજભાઈ નકુમ રહે.સરા નાકે હળવદ અને રવિ બાવનજીભાઈ સાકરીયા રહે.ભણગોર, તા.લાલપુર, જિલ્લો જામનગર વાળા પાસે આવી નાણાંની ઉઘરાણી કરી ઝઘડો કરી અમારી સાથે પોલીસ સ્ટેશન ચાલો કહી બળજબરીપૂર્વક બન્નેને કારમાં બેસાડી કારને ધ્રાંગધ્રા તરફ હાંકી મૂકી હતી. જે બાદમાં ફરિયાદી ધાર્મિક નકુમે દેકારો કરી પોલીસ ફરિયાદ કરવા ધમકી આપતા આરોપીઓએ ધાર્મિકને ચુલી નજીક છોડી મૂકી રવીને લઈ ધ્રાંગધ્રા તરફ નાસી ગયા હતા. અપહરણના આ બનાવ અંગે હાલમાં હળવદ પોલીસે ધાર્મિક નકુમની ફરિયાદને આધારે ચાર અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.