સંચાલનમા ગેરરીતી છતી થતા છુટા કરી દેવાયા બાદ પિતા પુત્ર એ ફરી થી સ્વતંત્ર હવાલો સંભાળી પંપ શરૂ કરતા પૂર્વ વહીવટકર્તા ગિન્નાયા અને ધાકધમકી ચાલુ થઈ.

ટંકારા તાલુકાના નેકનામ ગામે પેટ્રોલપંપ સંચાલકે પેટ્રોલ પંપ નુ સંચાલન કરતા શખ્સોએ હિસાબમા ગોટાળા કર્યા હોવાનુ જણાતા ભાગીદારીમા ડખ્ખો થયો અને હિસાબ માંગતા હિસાબ ને બદલે ધમકી મળી હતી કે, હિસાબ આપવાનો નથી. અને પેટ્રોલ પંપ બંધ કરી જતા રહેવાની ચિમકી ઉચ્ચારી હોવાની ટંકારા પોલીસમા નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ટંકારા તાલુકાના પડધરી રોડ પર આવેલા નેકનામ ગામના હાલ રાજકોટ શ્રોફ રોડ પર રહેતા અજીતસિંહ નાનભા ઝાલાએ ટંકારા પોલીસમા નોંધાવેલી ફરીયાદ પ્રમાણે પોતાના ગામ નેકનામ ખાતે પડધરી રોડ પર પુત્ર કર્મરાજસિંહ ના નામે લાયસન્સ મેળવી 2015 મા પેટ્રોલ પંપ શરૂ કર્યો હતો. શરૂઆતમા પેટ્રોલ પંપ નુ સંચાલન સ્થાનિક સહદેવસિંહ અને પરાક્રમસિંહ સંભાળતા હતા. પરંતુ વર્ષ 2017 થી 2022 સુધીના પાંચ વર્ષ સુધી કાંઈ ઉકાળીને આપવાના બદલે સીસીલોન સહિતના નાણાનુ નુકશાન જણાતા હિસાબ ચકાસતા હિસાબ અને વહીવટમા ગેરરીતી અને ગોટાળા જણાતા બંનેને દુર કર્યા હતા. અને નાણા માટે ઉઘરાણી કરાતા વાંકુ પડયુ હતુ. જેથી, પોતે ફરીથી સ્વતંત્ર ધંધો શરૂ કર્યો હતો. ત્યારે જુના હિસાબ મામલે 12 મી જુન 2023 ના પેટ્રોલ પંપ પર ધર્મેન્દ્રસિંહ જસુભા ઝાલા,ઘનશ્યામસિંહ ભીખુભા ઝાલા, વિક્રમસિંહ ઝાલા, જીતેન્દ્રસિંહ ઝાલા, પરાક્રમસિંહ ઝાલા સહિતનાઓએ ધસી આવી કોઈ હિસાબ આપવાનો નથી એમ કહીને ડખ્ખો કરી પંપે પેટ્રોલ પુરાવવા આવેલા ગ્રાહકો ને તગેડી મુક્યા હતા. અને પેટ્રોલ પંપ બંધ કરી જતા રહેવાની ધમકી આપી પેટ્રોલપંપ ચાલુ રહેશે તો અહીંયા લાશો ઢાળી દેવાની દાટી મારી હતી.આથી ટંકારા પોલીસ ફરીયાદ કરવા પુત્ર સાથે જઈ રહ્યા હતા એ વખતે રોડ વચ્ચે અભિરાજસિંહ યુવરાજસિંહ અને સહદેવસિંહ જયરાજસિંહે આંતરી ફરીયાદ કરશો તો મજા નહીં આવે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે તે વખતે સમાજના સ્થાનિક અગ્રણીઓએ મધ્યસ્થી કરતા પોલીસ ફરીયાદ ટાળી હતી. પરંતુ હિસ્સેદારીના નાણા ચુકવવાને બદલે લાશો ઢાળી દેવાની ધમકી આપતા હોવાથી ઉક્ત સાત ઈસમો વિરૂધ્ધ વિધીવત પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.