આપણી સંસ્કૃતિને જાળવવા તેજતારા ફાઉન્ડેશન દ્વારા એક નાનકડી શરૂઆત

Advertisement
Advertisement

“વિદેશી સંસ્કૃતિની બારી અને આપણી સંસ્કૃતિ આપણા માટે દરવાજો”.

આજે ચારે તરફ વિદેશી સંસ્કૃતિનું આક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યારે …. તેજતારા ફાઉન્ડેશન ના આર્ષદ્રષ્ટા સ્વર્ગસ્થ તેજલબેન અંકિતભાઈ રામાણીના સુપુત્રી સમૃદ્ધિ બેન અંકિતભાઈ રામાણી ના જન્મદિવસ નિમિત્તે એક અનોખી શરૂઆત કરવામાં આવી છે.

માત્ર બે જ વર્ષના સમૃદ્ધિબેન અનન્ય ગૌપ્રેમી છે… તેમને ગાય માતા પ્રત્યે વિશેષ લગાવ છે. તેથી તેમના જન્મદિવસની ઉજવણી ગૌશાળામાં ગૌ પૂજન અને ગાયને તેના ખાદ્ય પદાર્થમાંથી કેક સ્વરૂપે લાડવા ખવડાવી કરવામાં આવી છે….

મારું માનવું છે કે દરેક વ્યક્તિએ પોતાના વિશેષ દિવસ એટલે કે જન્મદિવસની ઉજવણીમા આપણી સંસ્કૃતિને ઉજાગર કરતુ કોઈ ને કોઈ નાનું મોટુ કાર્ય તો કરવું જ જોઈએ.

કેક કાપીને કરવામાં આવતી ઉજવણીનો કોઈ વિરોધ નથી, પરંતુ, આપણી સંસ્કૃતિ ભૂલીને થતી વિદેશી ઉજવણી લાલ બત્તી છે. તો વિદેશી સંસ્કૃતિને જો બારી બનાવવામાં આવે તો આવનાર દિવસોમાં આપણે આપણા બાળકોને આપણી સંસ્કૃતિ તરફ વાળવા જહેમત નહીં ઉઠાવવી પડે…..

દરેક માતા પિતાઓએ પોતાના બાળકના જન્મદિવસની ઉજવણી પોતાની શ્રદ્ધા મુજબ કોઈ સાંસ્કૃતિક, સામાજિક કે ધાર્મિક કાર્યથી કરવી જોઈએ. આપણી સંસ્કૃતિમાં પુણ્ય કર્મની જે ઉચ્ચ ભાવના છે તેને ઉજાગર કરતું કોઈ પણ નાનું મોટુ કાર્ય પોતાના બાળકના હાથે જ કરાવવું જોઈએ. આપના દ્વારા પ્રોત્સાહન આપી બાળકના હાથે કરાવવામાં આવતું આ કાર્ય આપણી સંસ્કૃતિ પ્રત્યે આવનાર પેઢીને જાગૃત અને જવાબદાર બનાવશે.