મોરબી શહેરની પ્રધાનમંત્રી આવાસ યોજનાના મેદાનમાં જાહેરમાં જુગાર રમતા બે પત્તા પ્રેમીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરની પ્રધાનમંત્રી આવાસ યોજનાના મેદાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી સાજીદ ડોસમામદ જામ અને નિલેશ જયંતીભાઈ દેલવાણિયા નામના શખ્સને રોકડા રૂપિયા 980 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.