માનગઢ ગામના પૂર્વ સરપંચ એ કાર દ્વારા બાઈક ચાલકને કચડી નાખી નાશી જતા આ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ – માળીયા મિયાણા હાઇવે ઉપર રાતકડી હનુમાનજી મંદિર નજીક માનગઢ ગામના પૂર્વ સરપંચ વનજીભાઈ મગનભાઈ પોતાની સિલ્વર કલરની આઈ ટવેન્ટી કાર લઈને જતા હતા ત્યારે બાઈક ચાલક ગણેશભાઈ ગોવિંદભાઇ ચૌહાણને હડફેટે લઈ કાર હેઠે ચગદી નાખી અકસ્માત સર્જી નાસી જતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.