મોરબીના ટીંબડી પાટિયા નજીક સમાધાન કરવા માટે ગયેલ મૂળ મધ્યપ્રદેશના યુવાન પર ધોળા વડે હુમલો કરતા આ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ટીંબડી પાટિયા નજીક કાર્બોલેન કોલ ફેકટરીમાં મામાના દીકરાને થયેલ ઝઘડાના સમાધાન માટે ગયેલ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી ફરિયાદી રાધેશ્યામ રતનભાઈ ડામોર ઉપર આરોપી ક્રિષ્નપાલ, તેમના પત્ની અને મોહિત નામના શખ્સોએ ધોકા વડે હુમલો કરતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.