ટંકારા તાલુકાના હડમતીયા ગામની બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં બે મહિલા ગ્રાહકોના પૈસા મહિલા પોસ્ટ માસ્તર ખાતામાં જમા કરવાના બદલે ઉપાચક કરી ગયા હોવાની ફરિયાદ મહિલા ગ્રાહકોએ ટંકારા પોલીસ મથકમાં નોંધાવી શકો
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામની બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં સોનલબેન ચિરાગભાઈ વાળા અને ઉષાબેન હરગોવિંદભાઈ વાળા નામના મહિલાએ બચતના રૂપિયા 99 હજાર પોસ્ટ ઓફિસમાં જમા કરાવ્યા હતા અને મહિલા પોસ્ટ માસ્તર દિપાબેન એમ.ત્રિવેદી રહે.વાવડી વાળાએ પાસબુકમાં ખોટા સહી સિકકા કરી પૈસા જમા કર્યા હતા પરંતુ આ નાણાં પોસ્ટ ઓફિસમાં જમા નહિ કરાવતા ભવિનભાઈ ભરતભાઇ ગોહિલે બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં દિપાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફોજદારી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.