ટંકારા: હડમતીયાના પોસ્ટ માસ્તર ગ્રાહકો ના ૯૯ હજાર ઓહ્યા કરી ગયા, ઉચાપતની રાવ.

Advertisement
Advertisement
મહિલા BPM બચત ખાતેદારો ની ચોપડીમા નાણા મળ્યા ની એન્ટ્રી પાડી નાણા ગજવામાં જમા કરતા’તા.
ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલી પોસ્ટ ઓફિસમા બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી એ પોસ્ટ ઓફિસમા બચત ખાતાના બે ગ્રાહકો પાસેથી ૯૯ હજાર રૂપિયા મેળવી ગ્રાહકના ખાતામા જમા કરાવવાને બદલે ગજવામા સેરવી લીધા હોવાનો ભાંડાફોડ થતા તંત્રએ ટંકારા પોલીસમા ઉચાપતની ફરીયાદ નોંધાવતા તાલુકામા ખળભળાટ મચ્યો છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિર રોડ પર આવેલા હડમતીયા ગામે મોરબી જીલ્લા હેઠળની પોસ્ટલ વિભાગની પોસ્ટ કચેરી આવેલી છે. અહીંયા ગામડે આવેલી કચેરીમા બ્રાંચ પોસ્ટ માસ્તર તરીકે મોરબીના વાવડી ખાતે રહેતા દીપાબેન એમ. ત્રિવેદી ફરજ બજાવે છે. તેઓએ તા.૮ ઓગસ્ટ ૨૦૨૨ થી તા. ૯ જુન ૨૦૨૩ ના સમય ગાળા મા બચત ખાતા ધારક સોનલબેન ચિરાગભાઈ વાળા ના એકાઉન્ટ મા રૂપિયા ૨૧ હજાર અને ઉષાબેન હરગોવિંદભાઈ વાળા ના સેવિંગ એકાઉન્ટ મા રૂપિયા ૭૮ હજાર મળીને કુલ રૂપિયા ૯૯ હજાર પોસ્ટલ વિભાગમા જમા કરાવવાને બદલે ગજવામા સેરવી લીધા હતા. તેઓ બંને એકાઉન્ટ હોલ્ડર જ્યારે બચતના નાણા જમા કરાવવા આવે ત્યારે ગ્રાહકને અપાયેલી સેવિંગ એકાઉન્ટ ની પાસબુક મા એન્ટ્રી લખી નાણા જમા થઈ ગયા નો વિશ્વાસ અપાવતા હતા. પરંતુ પોસ્ટ ઓફિસમા રોકડ રકમ જમા કરાવતા નહોતા. સમય વિતવા દરમિયાન બંને ગ્રાહકોએ પોતાના ખાતામાંથી રકમ ઉપાડ કરવા જતા બેલેન્સ ન હોવાની જાણકારી મળતા સમગ્ર બનાવનો ભાંડાફોડ થયો હતો. બનાવની જાણ વડી કચેરીને થતા તંત્રની તપાસ મા તથ્ય જણાયુ હતુ. અને અંતે, ઉચ્ચ આદેશ થી લાંબા સમય બાદ મોરબી જીલ્લા મથકે ફરજ બજાવતા પોસ્ટ માસ્તર ભાવિનભાઈ ભરતભાઈ ગોહિલે (રહે. કોઠારીયા રોડ, રાધેશ્યામ સોસાયટી રાજકોટ) ટંકારા પોલીસ મા નાણા ની ઉચાપતની વિધીવત ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોસ્ટ વિભાગમા મહિલા કર્મચારી દ્વારા ઉચાપતની ફરીયાદ નોંધાતા સમગ્ર તાલુકામા ખળભળાટ મચી ગયો હતો.