ટંકારા કોર્ટ ના સરકારી વકીલ નિતીન જોગી એ છેલ્લા દિવસે ૩૨ ફાઈલો હાથ ઉપર લઈ નિર્ણાયક તબક્કે પહોંચી જજ ના ટેબલ પર મુકી નિવૃત્ત પૂર્વે પ્રવૃત રહ્યા નુ કર્મનિષ્ઠ પ્રમાણ આપ્યુ.


કચ્છ થી વકીલાતની શરૂઆત કરી સરકારી વકીલ તરીકે ન્યાયાલય મા ૨૪ વર્ષ નો ફરજકાળ પૂર્ણ કરનારા નિતીનભાઈ જોગી એ પોતાની સરકારી વકીલ તરીકે નિવૃત્તિ પૂર્વે નો ૨૩ માસ નો છેલ્લો તબક્કો ટંકારા કોર્ટમા ખૂબ સારી રીતે સરકાર પક્ષે ફરજ બજાવી છેલ્લા દિવસે પણ પ્રવૃત રહી ૩૨ ફાઈલો હાથ પર લઈ જજ ના નિર્ણય સુધી પહોંચાડી પોતાની કાર્યદક્ષતા નુ પ્રમાણ આપનારા નિતીન ભાઈ જોગી વય નિવૃત થતા ટંકારા કોર્ટ સાથે સંકળાયેલા તમામ સ્ટાફ મિત્રો ઉપરાંત, કોર્ટ પ્રેક્ટીસ કરતા વકીલો સાથે આત્મિયતા ની લાગણી થી જોડાઈ જનારા જોગી ની સરકાર પક્ષે કરેલી નિષ્ઠ કામગીરી ને બિરદાવવા જયુ.ફ. મેજીસ્ટ્રેટ શોયેબભાઈ શેખના અધ્યક્ષ સ્થાને ટંકારા બાર એસોસિયેશન દ્વારા નિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો. આ તકે, ટંકારા વકીલ મંડળના પ્રમુખ પરેશભાઈ ઉજરીયા, પૂર્વ ઉપપ્રમુખ અને નોટરી અતુલભાઈ ત્રિવેદી ઉપરાંત, ઉપપ્રમુખ કાનજીભાઈ દેવડા, અમીતભાઈ જાની, દેવજીભાઈ ચૌહાણ, મુકેશભાઈ બારૈયા, બદરૂદ્દીન હાલા સહિતનાઓ હાજર રહ્યા હતા અને નિવૃત્તિ શુભેચ્છા પાઠવી હતી.
