મોરબી સેશન્સ કોર્ટ માં ખોટા સોલવંશી જામીન રજૂ કરનાર આરોપી વાંકાનેર થી ઝડપાયો

Advertisement
Advertisement

મોરબીની નામદાર સેશન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજૂ કરવાના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાશતો ફરતા આરોપીને મોરબીના પેરોલ ફર્લો સ્કોડ ને ટીમ દ્વારા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા નજીક આવેલ દિઘડિયા ચોકડી પાસે આવેલ દ્વારકાધીશ હોટલ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે

આ અંગે મળતી માહિતી મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડવા મોરબી પેરોલ ફર્લો સ્કોડ પ્રયત્નશીલ હતી. આ દરમિયાન મોરબી કોર્ટમાં સોલવંશી જામીન રજુ કરવાનાં ગુનામાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પેરોલ જમ્પ કરી એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપી રાજુભાઇ બુટાભાઈ વિભાભાઈ ફાંગલીયા (ઉ.વ. 26, રહે. મોરથળા)ને બાતમીના આધારે વાંકાનેર દિઘડિયા ચોકડી પાસે આવેલા દ્વારકાધીશ હોટલ પાસેથી ઝડપી પાડી મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.